હું કામ બાબતે ખૂબ જ સ્પષ્ટ છુંઃ શ્રદ્ધા કપૂર

બોલીવૂડના પીઢ અભિનેતા શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂરે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. તેણે કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, પરંતુ તેણે ક્યારેય  શાહરૂખ, સલમાન અને આમિર ખાન સાથે કામ કર્યું નથી. તાજેતરમાં એક મીડિયા ઇન્ટર્વ્યૂમાં શ્રદ્ધાએ આ અંગેનું કારણ જણાવ્યું હતું અને કહ્યું કે તેને હજુ સુધીમાં ખાન્સ સાથે કામ કરવાની તક જ મળી નથી.

 

તેણે એમ પણ કહ્યું હતું કે, ભૂતકાળમાં તેને શાહરુખ, સલમાન અને આમિર સાથે ફિલ્મો ઓફર જરૂર થઈ હતી, પરંતુ વિવિધ કારણોસર તે આ ફિલ્મો કરી શકી નહોતી. શ્રદ્ધાએ કહ્યું કે, “ મને ઘણી વખત તમને ફિલ્મો ઓફર થતી હોય છે, પરંતુ તમને લાગે કે પાત્રમાં ખાસ કંઈ નથી કે તમારી સમક્ષ અભિનયના કોઈ પડકાર આવે તેમ નથી તો તમે આવી ભૂમિકાનો અસ્વીકાર કરો છો. હું જે પ્રકારનું કામ પસંદ કરું છું, તે બાબતે હું ઘણી સ્પષ્ટ છું.”

 

શ્રદ્ધાએ આગળ કહ્યું, “હું સારી ફિલ્મોનો ભાગ બનવા માગું છું, જેમાં સારી વાર્તા હોય, દર્શકોને મનોરંજન આપે તેવી હોય અને સારા ડાયરેક્ટર્સ સાથે સારું કામ કરવું છે. આ બધું કરતાં જો સારા કલાકાર કે સ્ટાર્સ સાથે કામ કરવા મળતું હોય તો હું ખુશ જ છું.”

 

આમ, શ્રદ્ધા કપૂર માટે ફિલ્મની પસંદગીમાં સાથી કલાકારોનું ખાસ મહત્ત્વ નથી.  શ્રદ્ધા કપૂર અત્યારે તેની ફિલ્મની સીક્વલ ‘સ્ત્રી 2’ની સફળતાની મજા માણી રહી છે. જેમાં અપારશક્તિ ખુરાના, રાજકુમાર રાવ, અભિષેક બેનર્જી અને પંકજ ત્રિપાઠી પણ છે. ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થઈ હતી અને આ તેની સાથે રિલીઝ થયેલી બીજી બધી જ ફિલ્મોને પાછળ રાખીને ઓડિયન્સને ભરપૂર મનોરંજન પૂરું પાડી રહી છે. આ ફિલ્મે ભારતમાં ખૂબ જ સારી કમાણી કરી રહી છે. તેની સાથે ‘ખેલ ખેલ મેં’, ‘વેદા’ અને ‘કલ્કિ’ જેવી ફિલ્મો હોવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

Comments on “હું કામ બાબતે ખૂબ જ સ્પષ્ટ છુંઃ શ્રદ્ધા કપૂર”

Leave a Reply

Gravatar